શિકારપુર પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડતી સામખીયારી પોલીસ

ભચાઉ તાલુકાના સૂરજબારી ચેકપોસ્ટથી જશાપર વાંઢ તરફ જતા ત્રણ રસ્તા પાસે સામખીયારી પોલીસે દરોડો પાડી આરોપીને તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર, સાંજના અરસામાં પોલીસ મારામારીના ગુનામાં સંડોવાયેલા હાજી આદમ ત્રાયા રહે, જશાપરવાંઢ તા.ભચાઉને શોધવા પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન શિકારપુર નજીક રોડ પર આ શખ્સ આવતો હોવાની બાતમીના આધારે પોલીસે બાતમી સ્થળ પર દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી કી.રૂ.એક હજારનો દેશી તમંચો મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.