ગાંધીધામ એ ડીવી.પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.એમ.આંગડીયા પેઢીનાં કર્મચારીઓને પિસ્ટલો બતાવી રોકડા રૂપિયા એક કરોડ પાંચ લાખની લુંટનાં ગુનામાં કુલે-૬ આરોપીઓની ધરપકડ
ગઇ તા.૨૨/૦૫/૨૦૨૩ ના રોજ ગાંધીધામ ખાતે આવેલ પી.એમ. એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીમાં ચાર હેલ્મેટધારી ઈસમો હાથમાં પિસ્ટોલો રાખી આંગડીયા પેઢીના સંચાલકોને ડરાવી ધમકાવી રોકડા રૂપિયા ૧,૦૫,૦૦૦,-૦૦/- ની લુંટ કરી બે મોટરસાયકલથી નાશી ગયેલ. સદરહુ ચકચારી લુંટની ગંભીરતા સમજી રાજયનાં હે.ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ તરફથી સદરહુ લુંટનો ગુનો શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓની સુચના અને માર્ગદર્શન તળે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા એલ.સી.બી.ની આગેવાનીમાં સી.ટી.દેસાઈ પોલીસ ઇન્સપેકટ૨ ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે તથા ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. તેમજ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ (નેત્રમ) ના અધિકારીશ્રી/ કર્મચારીઓની અલગ અલગ કુલ-૧૦ ટીમો બનાવી આંગડીયા પેઢીના સંચાલકોને મળી બનાવથી વાકેફ થયેલ અને આ ગુનો શોધી કાઢવા અલગ અલગ ૧0 જેટલી ટીમો બનાવેલ અને પેઢીમાં લાગેલ સી.સી.ટી.વી ફુટેજ ચકાસી સદરહું ગુન્હા કામેના આરોપીઓ ક્યાં રસ્તેથી આવેલ તથા લુંટ કર્યા બાદ ક્યાં રસ્તેથી જતાં રહેલ તે બાબતેની હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. ફૂટેજો દ્વા૨ા લુંટ થયા બાદ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતી અને ગાંધીધામ-ભચાઉ હાઈવે વિસ્તા૨ના તથા આજુબાજુની કંપનીઓમાં જતાં-આવતાં રસ્તાના તમામ સી.સી.ટી.વી. ફૂટેજો ચેક કરવામાં આવેલ તેમજ નેત્રમની ટીમ દ્વારા નેત્રમના સી.સી.ટી.વી.ફૂટેજો ચેક કરવામાં આવેલ. તે દરમ્યાન શિવમ પ્લાય નામની કંપનીથી આગળ બાવળોની ઝાડીમાંથી બે હેલ્મેટો મળી આવેલ જે દિશામાં તપાસ કરેલ દરમ્યાન સદરહું ગુન્હા કામે સંડોવાયેલ લુંટનો માસ્ટર માઇન્ડ પ્લાનીંગ કરનાર મુખ્ય આરોપી ઉજવલ પાલ રહે.પડાણાસીમ વાળો સંડોવાયેલ હોવાનું જણાઇ આવતાં જેની
તપાસ કરતાં મળી આવતાં મજકુરને હસ્તગત કરી તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપ કરતાં તેની સાથે લુંટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પૈકી (૧) યોગેન્દ્ર ઉર્ફે યોગી તથ (૨) ગુડેશસિંગ ઉર્ફે બીપી નાઓ તથા (3) શિવમ યાદવ એમ ત્રણ આરોપીઓ રાજ્ય બહાર નાસી ગયેલ હોય જેથી અલગ-અલગ ટીમો મોકલી ઉપરોક્ત આરોપીઓ પૈકી યોગેન્દ્ર ઉર્ફે યોગીને બેગ્લોરૂ (કર્ણાટક) તથા મુડેશિંગ ઉર્ફે બીપીને લખનઉ (ઉતરપ્રદેશ) તથા આરોપી હનીફ સોઢા જે તેના પરિવાર સાથે અજમે૨ જતો રહેલ જેને પડડવા ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી તેને અમીરગઢ ચેક પોસ્ટ ખાતેથી વોચ રાખી વાહન ચેડીંગ દરમ્યાન હરતગત કરવામાં આવેલ તેમજ આરોપીઓ (૧) વિપુલ બગડા તથા (૨) હનીફ લુહાર સ્થાનિક હોય જેઓને અન્ય ટીમો દ્વારા હસ્તગત કરી તેઓની પારોથી લુંટમાં ગયેલ રોડા રૂપિયા તથા ગુન્હા કામે ઉપયોગ કરેલ હથિયારો તથા વાહનો કબજે કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:- (૧) ઉજજવલ S/O અમરેન્દ્ર જાતે પાલ ઉવ.૩૨, ધંધો-વેપાર, રહે.ગામપોસ્ટ ભરવલ પર્વતા, તા.ધનઘટ્ટા, થાના ધનઘટ્ટા જી.સંતકબીરનગર, ઉતરપ્રદેશ હાલ રહે.તિરૂપતિ ડોર કંપની પડાણા સીમ અરૂણભાઈ જરૂની જમીન સેડ પડાણા તા.ગાંધીધામ (૨) હનીફ ઇસ્માઇલ જાતે સોઢા(મુસ્લીમ) ઉવ.૨૭ ધંધો મજુરી રહે.મીઠીરોહર, સોઢા ફળીયુ,સરકારી સ્કુલની બાજુમાં, તા.ગાંધીધામ (3) યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન સ/ઓ શ્યામલાલ જાતે-ચૌહાણ ઉ.વ.૩૨ ધંધો- મજુરી રહે.પુરનહા,પોસ્ટ-લખુઆપાડ,થાના-બેલઘાટ, જી.ગોરખપુર (યુપી) (૪) મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ રહે.મુોપુર થાના હંસવર જી.આંબેડકર નગર, યુ.પી.હાલ રહે. રહે.પડાણા સીમ અરૂણભાઈ જરૂની જમીન સેડ,પડાણા તા.ગાંધીધામ (૫) વિપુલ રામજીભાઈ બગડા,ઉવ.૨૮,૨હે.હાલ લોડ ક્રિષ્ના ઈજીમ,આઇ.ડી.સી., મીઠીરોહર, તા.ગાંધીધામ, મુળ ગામ મોડ૫૨,તા.લાલપુર,જામનગર (૬) હનીફ સીધીક લુહાર ઉવ.૨૭ રહે.ગામ ઉડી૨ (વાયો૨) તા.નલીયા હાલ રહે.નવકાર ઈન્ડ્રસ્ટીઝ એરીયા આર.એસ.વી.વુડન ઇન્ડ્રસ્ટીઝ મેઘપર બોરીચી તા.અંજાર
પકડવાના બાકી સહ આરોપીઓ:- (૧) નઇમખાન ઉર્ફે સુદુ રહે.લાર થાના-લાર જી.દેવરીયા ઉતરપ્રદેશ (પીટલ હથીયાર વેચાણ આપનાર) (૨) શીવમ સ/ઓ સુભાષ યાદવ રહે.જલ્લાપુર થાના-આલાપુર જી.આંબેડકરનગર (અકબરપુર) (લુંટમાં સામેલ ) (૩) આલોક રામપ્રસાદ ચૌહાણ રહે.ગામપોસ્ટ ભરવલ પર્વતા,તા.ધનઘટ્ટા,થાના ધનઘટ્ટા જી.રાંતકબીરનગર, યુ.પી.,હાલ રહે.પડાણા સીમ અરૂણભાઈ જરૂની જમીન સેડ,પડાણા તા.ગાંધીધામ (લુંટ કરવામાં મદદ કરનાર о (૪) અરૂણ પ્રેમકુમાર ચૌહાણ રહે.ગામપોસ્ટ ભરવલ પર્વતા,તા.ધનઘટ્ટા,થાના ધનઘટ્ટા P-જી.સંતકબીરનગર, યુ.પી.,હાલ રહે.પડાણા સીમ અરૂણભાઇ જરૂની જમીન રોડ,પડાણા તા.ગાંધીધામ(લુંટ કરવામાં મદદ કરનાર)
(૫) જુણસ ઇસ્માઇલ સોઢા રહે.મીઠીરોહર,સોઢા ફળીયુ,તા.ગાંધીધામ (લુંટ કરવામાં મદદ કરનાર) (૬) દીપક રામભવન રાજભર રહે.ભરવલપર્વતા,જી.સંતકબીરનગર (યુ.પી.)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:- – કુલ્લે રોક્ડ રૂપીયા- ૯૬,૯૦,૦૩૦/-
- કુલ્લે વાહનો-૫ જેમાં ઈન્ડીગો કાર,ઇન્ડીકા કાર,બોલેરો ડાલું,મો.સા.૦૨ કિ – ૯,૦૦,૦૦૦
આરોપીઓએ લુંટમાં ઉપયોગ કરેલ હાથ બનાવટની પીસ્ટલ હથિયા૨ નંગ-૦૫ જેની કિંમત રૂપીયા- ૧,૨૫,૦૦૦/- તથા જીવીત કાર્ટીશ નંગ-૪૭ જેની કિં.રૂ.૪,૭૦૦/- > મોબાઇલ ફોન નંગ-૦૬ જેની કિંમત રૂપિયા- ૨૫,૫૦૦/- કુલ્લે કીંમત રૂપીયા ૧,૦૭,૪૫,૨૩૦/-
લુંટમાં સંડોવાયેલ આરોપીઓની ભુમિકા:- (૧) ઉજજવલ પાલની તીરૂપતી ડોર નામની ફેકટરી પડાણા સીમમાં આવેલ હોય અન્ય આરોપી વિપુલ તથા યોગેન્દ્ર સાથે સેંધવા મધ્યપ્રદેશ એક માસ અગાઉ આરોપી હનીફ લુહારની કારથી જઇ પીસ્ટલ હથીયારો ખરીદી લાવેલ અને લુંટ કરવા આરોપી યોગેન્દ્ર ચૌહાણ, હનીફ સોઢા સાથે મળી લુંટનું પ્લાનીંગ કરેલ અને રેકી કરેલ તેમજ આરોપીઓની ઓળખ છતી ન થાય તે સારૂ ચાર નવા હેલમેટની ખરીદી કરેલ તેમજ આરોપી વિપુલ બગડા,યોગેન્દ્ર ચૌહાણ તેમજ હનીફ સોઢા સાથે મળી લુંટ કરવા જતાં- આવતાં રસ્તાની રેડી ડ૨વામાં સાથે રહેલ અને લુંટ કરવા મુકેશસીંહ તેમજ શીવમ યાદવને આરોપી યોગેન્દ્ર મારફતે બોલાવી પોતાની ફેડટરી પર આશરો આપેલ અને લુંટના પ્લાનીંગમાં સામેલ રાખેલ અને આરોપી હનીફ સોઢાને લુંટ કરવા બે બાઈક ખરીદાવેલ અને લુંટ બાદ બાઇકો તેમજ આરોપીઓને સંતાડી બીજી જગ્યાએ લઈ જવા માટે તેના ઓળખીતા દીનેશ ઠાકોરની બોલેરો ડાવું ભાડા પર રાખેલ અને લુંટ કરી આરોપીઓ નક્કી કરેલ જગ્યાએ આવેલ તે જગ્યાએ આરોપી આલોક સાથે બાઈથી આવેલ અને બોલેરો ડાલામાં લુંટ કરવા ગયેલ ચાર આરોપીઓને બાઇક તેમજ લુટ કરેલ રોકડ રકમ તથા હથિયારો સાથે બેસાડી તેઓને ચારાથી ઢાંકી આરોપી હનીફ સોઢાના ચુડવા સીમમાં આવેલ પ્લોટ ખાતે ગયેલ અને જે-તે વખતે બંન્ને બાઇકો ખાડામાં દાટી ત્યા૨બાદ તે બાઇકો બહાર કઢાવી હનીફના ઘરે નીકાલ કરવા રખાવેલ અને લુંટ કરેલ રોડ રૂપીયા પોતાની પાસે રાખી જેમાંથી રૂપીયા ૩,૭૫,૦૦૦/ આરોપી વિપુલને તથા રૂપીયા ૫,૦૦,૦૦૦/ આરોપી હનીફ સોઢાને તેમજ રૂપીયા ૨,૫૦,૦૦૦/ આરોપી અરૂણ તથા આલોકને તેમજ રૂપીયા ૫૦,૦૦૦ આરોપી શીવમ યાદવ તેમજ રૂપીયા ૫૦,૦૦૦/- આરોપી મુકેશસીંહ તેમજ રૂપીયા ૧૦,૦૦૦/ આરોપી યોગેન્દ્રને આપેલ અને રૂપીયા ૮૯,૦૦,૦૦૦/- લાક્ડાના નવો સેટી પતંગ ખરીદ કરી તેમાં રોડા રૂપિયાના પાર્સલો બનાવી સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટમાં લખનઉ મોકલાવેલ અને આરોપી શીવમ યાદવને ગાંધીધામ રેલ્વે સ્ટેશન મુકી આરોપી યોગેન્દ્રને સામખીયાળી રેલ્વે સ્ટેશન મુકવા ગયેલ તેમજ આ લુંટનો માસ્ટર માઇન્ડ તેમજ સંપૂર્ણ પ્લાનીંગ કરેલ.
(૨) હનીફ સોઢા જે પ્રથમથી જ આરોપી ઉજજવલ પાલ તેમજ યોગેન્દ્ર ચૌહાણ સાથે રહી લુંટનું પ્લાનીંગ કરેલ,રૂટ રસ્તાની રેકી કરેલ અને ગુન્હા કામે ઉપયોગ કરેલ બે મોટર સાયકલ અપાવેલ અને લુંટના દિવસે બોલેરો કારથી મીઠીરોહર સીમમાં નક્કી કરેલ સ્થળે હાજર રહેલ અને આરોપીઓ લુંટ કરી મીઠીરોહર સીમમાં આવતા તેઓને બોલેરો ડાલામાં બાઇકો તેમજ લુંટની રકમ તથા હથિયારો સાથે બેસાડી તેઓની ઉપર ચારો નાખી ઢાડી દઇ ચુડવા સીમમાં આવેલ પોતાના કબ્જાના પ્લોટ ખાતે લઇ ગયેલ અને બાઇકો દાટી દીધેલ અને તે બાઇકોના સ્પેરપાર્ટ અલગ કરી કટીંગ કરી ભુવડ જતા હાઇવે ૨ોડ પ૨ અલગ અલગ જગ્યાએ ફેકી દઇ મુદ્દામાલનો નાશ કરેલ અને લુંટમાંથી રોડ રૂપીયા ૫,૦૦,૦૦૦/ તેમજ લુંટમાં ઉપયોગ કરેલ પીલો નંગ-૫ તથા ડાર્ટીશ-૪૭ સહિત પોતાના ઘરે સંતાડેલ. અને લુંટ બાદ આરોપી મુકેશસિંગને ભચાઉ જાખડ બસમાં બેસાડવા ગયેલ.
(3) યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન ચૌહાણ વાળા પ્લાનીંગમા સામેલ રહી, રૂટ- રસ્તાની રેકીમાં સાથે રહેલ અને તેના ઓળખીતા સહ આરોપી નહીમખાન ઉર્ફે સુદ પાસેથી સેધવા એમ.પી.સાથે જઇ પીસ્ટલ હથીયાર નંગ-૦૫ ખરીદ કરાવી સાથે રહેલ આરોપી મુકેશસિંગ તેમજ શીવમ યાદવને લુંટ કરવા વતનથી ગાંધીધામ બોલાવી પ્લાનીંગ સમજાવી લુંટ કરવામા પોતે બે પીસ્ટલ હથીયાર સાથે રાખી લુંટ કરેલ. તેમજ લુંટ કર્યા બાદ પોતે પહેરેલ જાકેટ તથા હેલમેટો સળગાવી નાંખેલ.
(૪) મુકેશસિંગ ઉર્ફે બીપી વાળો આરોપી યોગેન્દ્ર ચૌહાણના કહેવાથી લુંટ કરવાના ઈરાદે પીસ્ટલ ના ડાર્ટીશ સાથે ગાંધીધામ આવી પ્લાનીંગ મુજબ લુંટ કરવા બાઇકથી અન્ય આરોપીઓ સાથે જઈ લુંટ કરેલ.
(૫) વિપુલ બગડા વાળો આરોપી ઉજજવલ તથા યોગેન્દ્ર સાથે રહી તેના ઓળખીતા આરોપી હનીફ લોહારની કાર ભાડા પર રખાવી તેની સાથે જઈ સેધવા એમ.પી.થી પીસ્ટલ હથીયારો ખરીદવા સાથે ગયેલ અને પ્લાનીંગ મુજબ રૂટ-૨સ્તાની રેકી કરવા સાથે રહેલ અને લુંટ કરવા અન્ય સહ આરોપીઓ સાથે રહેલ અને આરોપી મુકેશસિંગને આરોપી હનીફ સોઢા સાથે ભચાઉ મુકવા ગયેલ.
(૬) હનીફ લુહાર વાળો પીસ્ટલ હથીયાર ખરીદવા સેંધવા એમ.પી.ડારથી આરોપીઓ સાથે ગયેલ અને વીપુલ સાથે સાંઠગાંઠ રચી લુંટ કરવા મદદમાં રહેલ.
પડાયેલ આરોપીઓનાં નામ તથા ગુનાહિત ઇતિહાસ (૧) ઉજજવલ ા/ઓ અમરેન્દ્ર પાલ અજમેર પો.સ્ટે.(રાજસ્થાન) ગુ.૨.નં. ૦૧3૫/૨૨ આર્મ્સ એક્ટ ક.૩(૨૫) રાજ સુલતાનપુર પો.સ્ટે. (યુ.પી) ગુ.૨.નં. ૦૦૨૧/૧૬ ઇ.પી.કો.ક. ૩૦૨
(૨) હનીફ ઈસ્માઈલ જાતે સોઢા ગાંધીધામ બી ડીવી.સે.ગુ.૨.નં.૪૦૦/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૨૩,૧૧૪,૫૦૪,૫૦૬(૨)
ગાંધીધામ એ ડીવી. પ્રોહી.ગુ.૨.નં. ૩૨૦/૨૦૧૯પ્રોહી.ક.૬૫ઇ,૮૧,૯૮(૨) ગાંધીધામ એ ડીવી.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૬૨૦૧૫૩૧/૨૦ પ્રોહી.ક.૬૫ઇ,૮૧ અંજાર ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૩૨૦૧૨૯૪/૨૦ પ્રોહી.ક.૬૫એડ,૮૧
(૩) યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન સ/ઓ શ્યામલાલ જાતે-ચૌહાણ – અલીગંજ પોલીસ સ્ટેશન (યુ.પી) ગુ.૨.નં. ૨૦૮/૨૧ ઇ.પી.કો.ક. 309
અંત્રોલીયા પો.સ્ટે. (યુ.પી) ગુ.૨.નં. ૬૦/૨૧આર્મ્સ એક્ટ ૨૫(3) જલાલપુર પો.સ્ટે. (યુ.પી) ગુ.ર.નં. ૦૨૦૮/૨૧ ઈ.પી.કો.ક. ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬
- અલીગંજ પો.સ્ટે.(યુ.પી) ગુ.૨.નં. ૨૦૯/૨૧ આર્મ્સ એક્ટ ૨૫(3) બેલઘાટ પો.સ્ટે. (યુ.પી) ગુ.૨.નં. ૦૨૪૬/૨૨ ઇ.પી.કો.ક. ૩૨,૪૧૧,૫૦૪
વિશેષ નોંધ:- આ ગુના કામના આરોપી ઉજજ્વલ, યોગેન્દ્ર, દિપકે મળી સને-૨૦૨૨ માં ઓગષ્ટમાં લુંટ કરવાનો પ્લાન બનાવેલ. જેના ભાગરૂપે આરોપી દિપક ઉત્તરપ્રદેશથી લુંટ કરવા માટે હથિયાર લઈ આવતો હતો તે સમયે અજમેર રેલ્વે સ્ટેશન ખાતે હથિયાર સાથે પકડાઈ ગયેલ અને સને-૨૦૨૨ માં તેઓનો લુંટ ક૨વાનો પ્લાન નિષ્ફળ થયેલ હતો.
આ કામગી૨ી પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એમ.જાડેજા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ઇન્સપેકટર શ્રી સી.ટી.દેસાઈ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે., તથા પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એસ.એસ.વરૂ તથા શ્રી વી.આર.પટેલ એલ.સી.બી. તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રીજે.જી.રાજ નેત્રમ તથા પોલીસ સબ ઈન્સપેકટરશ્રી એમ.વી.જાડેજા ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. તથા પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી ડી.કે.બ્રહ્મભટ્ટ પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી.,ગાંધીધામ એ ડીવી.પો.સ્ટે. તથા ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે