પદ્ધર પોલીસે કારમાથી 27 હજારનો શરાબ ઝડપ્યો, આરોપી ફરાર
પદ્ધર પોલીસે કારપીછો કરી 79 શરાબની બોટલ ઝડપી લીધી હતી. જ્યારે આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો.
પદ્ધર પોલીસ શેખપીર પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મોટા રેહાનો ભચુભા ઉર્ફે ભરતસિંહ સવાઇસિંહ જાડેજા પોતાના કબજાની સ્વીફટ કાર નં. જી.જે. 12 સીઆર. 4171 વાળીમાં શરાબ ભરી લેર થઇ ભુજ બાજુ જવાનો છે. જેથી પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતાં કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી. પોલીસે કારનો પીછો કરતા કુકમાથી કોટડા તરફ જતા રસ્તા પર રેલવે ફાટક આગળ આરોપી કાર મૂકી બાવળની ઝાડીમાં નાસી છૂટયો હતો. કારની તલાસી લેતા તેમાંથી વ્હિસ્કીની 79 બોટલ મળી આવી હતી પોલીસે કિં. રૂા. 27,650નો દારૂનો જથ્થો તથા એક મોબાઇલ ફોન કિં. રૂા. 5000 તેમજ ત્રણ લાખની કાર એમ કુલ્લે રૂા. 3,32,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.