લોડાઈમાં જુગાર રમતા 6 જુગારપ્રેમી ઝડપાયા: 26,200નો મુદ્દામાલ જપ્ત
પધ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લોડાઈ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, લોડાઈ આંગણવાળી પાછળ અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીસ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 6 આરોપીએ પાસેથી રોકડ રૂ.10,200, 5 મોબાઈલ ફોન કી.રૂ.16,000 મળી કુલ કિ.રૂ. 26,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- પાંચા લખમણ ડાંગર ઉ.વ.60 રહે. લોડાઈ
- રાજેશ હીરાભાઈ ડાંગર ઉ.વ.34 રહે. લોડાઈ
- હુસેન ભચુભાઈ ગગડા ઉ.વ.61 રહે. લોડાઈ
- રવજીભાઈ હીરાભાઈ ગરવા ઉ.વ.45 રહે. લોડાઈ
- ગોપાલ રાણા શેખવા ઉ.વ.50 રહે. લોડાઈ
- દામા રૂપાભાઈ ડાંગર ઉ.વ.42 રહે. લોડાઈ