મીઠીરોહરમાં ઘરમાથી 1.67 લાખના શંકાસ્પદ પામ ઓઇલ સાથે 1 શખ્સ ઝડપાયો
મીઠીરોહરમા એલસીબીની ટીમે મકાનમાં દરોડો પાડી સંગ્રહ કરેલો રૂ.1.67 લાખની કિંમતના પામ અને સાબુ ઓઇલના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો.
એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી કે, મીઠીરોહરના આહીરવાસમાં હનુમાનજી મંદિર બાજુમાં આવેલા માવજીભાઇ બીજલભાઇ બાબરીયા (આહિર) ના મકાનમાં ગેરકાયદેસર ઓઈલનો જથ્થો રાખેલ છે. ટીમે દરોડો પાડી 975 લીટર પામ તેલ રૂ.68,250 અને 1,525 લીટર રૂ.99,125 ની કિંમતનું સાબુ તેલ કબ્જે કર્યો હતો. આમ પોલીસે ઉપરોક્ત આરોપી માવજીભાઇની અટક કરી મોબાઇલ સહિત રુ.1,72,375 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.