ગાંધીધામમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

હાથ કડી

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કોટેશ્વર ચાર રસ્તા પાસે અમુક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમી સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 10,200નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. રઘુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉ.વ. 42 રહે. ગાંધીધામ
  • પરેશભાઈ કાંતીભાઈ પ્રજાપતિ ઉ.વ.30 રહે. ગાંધીધામ
  • તલાજી મણાજી ઠાકોર ઉ.વ.40 રહે. ગાંધીધામ
  • પરષોતમ ધનાભાઈ પરમાર ઉ.વ.35 રહે. કિડાણા
  • મનહરસિંહ પૃથ્વીસિંહ ડાભી ઉ.વ. 39 રહે. ગાંધીધામ
  • ભાવાભાઈ જેહાભાઈ પરમાર ઉ.વ.40 રહે. કિડાણા