પડાણામાં 1.42 લાખના શરાબના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા: એક ફરાર
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 165 બોટલ શરાબ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ કિ.રૂ. 7,52,590નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પડાણા પંચરત્ન કોમ્પ્લેક્ષ પાછળ આવેલ ઓરડીમાં દિલીપ રાજારામ ગર્ગ તથા ચેતનરામ બાબુરામ ગર્ગે ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખી વેપલો કરી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી ચેતનરામ બાબુરામ ગર્ગ તથા સિધ્ધરાજસિંહ ઉર્ફે કાનો પૃથ્વીરાજસિંહ ઝાલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઓરડીની તલાસી લેતા કબાટમાથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 165 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 1,42,590નો શરાબનો જથ્થો તથા બે કાર, તથા 2 મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ. 7,52, 590નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી દિલીપ રાજારામ ગર્ગ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.