ભુજ તાલુકાના નારણપર ગામ મધ્યે નિયમ વિરુદ્ધ બાંધકામ નું રાફડો ફાટ્યો, નારણપર પંચાયતો નું નિયમ વિરુદ્ધ બાંધકામ અંગે મૌન..
ભુજ તાલુકા ના નારણપર ગામ મધ્યે નિયમ વિરુદ્ધ બાંધકામો નું રીતસર નું રાફડો ફાટ્યો છે, નિયમ વિરુદ્ધ બાંધકામ અંગે પંચાયત નું મૌન, ભુજ તાલુકા ના નારણપર રાવરી પંચાયત વિસ્તારમાં નિયમ વિરુદ્ધ કોમર્સિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ અંગે જાગૃત નાગરિક નવીનગીરી ગોસ્વામી દ્વારા પંચાયત માં ફરિયાદ કરવામાં આવી છે,કચ્છ ભૂકંપ ઝોન માં આવે છે ત્યારે સાંકડી શેરીઓ માં વગદાર લોકો દ્વારા બાંધકામ ના નિયમ નું ઉલ્લનઘન કરી બેરોકટોક બાંધકામ કરવામાં આવી રહ્યું છે,નિયમ અનુસાર બાંધકામ માં ચારે દિશા માં જગ્યા મુકવી પડે પરંતુ આ વગદાર દ્વારા કોઈજ નિયમ નું પાલન નથી કરવામાં આવતું તેવું નવીનગીરો ગોસ્વામી એ જણાવ્યું હતું.