માંડવીમાં જુગાર રમતા 4 જુગારી ઝડપાયા :18,800નો મુદ્દામાલ જપ્ત
માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વાલ્મીકિ વાસના ચોકમાં અમુક શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીને પકડી પાડી રોકડા રૂ. 11,800 તથા 2 મોબાઈલ ફોન કિ.રૂ. 7000 મળી કુલ કિ.રૂ. 18,800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- વિજયભાઈ દેવજીભાઈ વાઘેલા ઉ.વ.52 રહે. માંડવી
- મનીષ બાબુભાઈ ઝાલા ઉ.વ.32 રહે. માંડવી
- રોહિત હરેશભાઈ ચૌહાણ ઉ.વ.25 રહે. માંડવી
- કેવળ નટવર ચૌહાણ ઉ.વ.23 રહે. માંડવી