અંજાર પોલીસે કારમાથી 67,500નો શરાબ ઝડપ્યો: આરોપી ફરાર
અંજાર પોલીસે દરોડો પાડી કારમાથી 180 બોટલ શરાબ પકડી પાડી 5,73,500નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વિશાલ ધરમશીભાઈ મ્યાત્રા તથા મુકેશગર માયાગર ગુસાઈ બંને સાથે મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વરસામેડી મધ્યે વેપલો કરે છે, હાલમાં GJ-12-FC-5190 કારમાં દારૂનો જથ્થો ભરી વરસામેડીથી એરપોર્ટ તરફ જવાના છે.
બાતમીના આધારે પોલીસ વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી ગાડી આવતા પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતાં કાર ચાલકે ગાડી ઝાડીમાં હંકારી દીધી હતી. આરોપી કાર મુકી બાવાળોની ઝાડીઓનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા 180 નંગ શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે એક કાર કિ.રૂ. 5,00,000, બે મોબાઈલ ફોન કિ.રૂ. 5500, એક વાઈફાઈ કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ.5,73,500નો મુદ્દામાલ હસ્તગત કરી ઉપરોક્ત બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.