કચ્છના લખપત તાલુકાના કેટલાક ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

 

 આગામી બિપરજોય વાવાઝોડાને લઈ ને વહીવટી તંત્ર સતર્ક બન્યું , જેના પરીણામ સ્વરૂપે કચ્છના લખપત તાલુકામાથી અઢી હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. મામલતદાર દ્વારા જાણ કરાઇ હતી કે, લખપત ખાતે આવેલ દરિયાઈ વિસ્તારના 2500 લોકોનું શેલ્ટર હોમ, પ્રાથમિક શાળા,  આંગળવાળી તેમજ અન્ય ધાર્મીક સ્થળોએ સ્થળાંતર કરવવામાં આવ્યું છે. આઈ.પી.એસ. અધીકારી તેમજ પ્રાંતના અધીકારીના માર્ગદર્શન અંતર્ગત લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું. તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર તાલુકાનાં કેટલાક ગામોના લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દેવાયું છે. અમુક ગામના  લોકો પોતાના ઘર તેમજ ઢોર-ઢાંખરને મૂકી બીજી જગ્યાએ જવા તૈયાર નથી, જેથી તંત્ર દ્વારા તેઓને સ્થિતીની ગંભીરતા સમજાવીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટેના પ્રયત્નો કરાઇ રહ્યા છે.