અંજાર તાલુકાનાં ભૂવડ ગામ ખાતે સીમમાંથી કુલ રૂ॰2,40,600 નો ગે.કા. દારૂ પકડી પાડતી અંજાર પોલિસ
અંજાર પોલિસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમણે બાતમી મળી હતી અંજાર તાલુકાનાં ભુવડ ગમનો રહેવાસી કરસન મેમાભાઈ જરૂ નામનો વ્યક્તી ગામની સીમમાં ગેર કાયદેસર વિદેશી દારૂનો ટ્રક મંગાવેલ છે. બાતમી વાળી જગ્યાએ પહોચતા ત્રણેક માણસો કઈક કરી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું. બાતમી વાળા ટ્રક પાસે પહોચતા ત્રણ ઈશમો ટ્રક પરથી કૂદકો મારીને બાવળોમાં નાશવા લાગ્યા હતા. ભાગી જનાર ઈશમો પૈકી એક કરસન મેમાભાઈ જરૂ હોવાનું ટોર્ચ લાઇટના અજવાળા દ્વારા ઓડખાયો હતો. અન્ય ભાગી જનાર ઈશમો ઓડખાયેલ નહી. ઈશમો જે જગ્યાએથી ભાગી ગયેલ હતા જે જગ્યાએ જોતાં એક ટ્રક, છોટા હાથી તેમજ સ્પ્લેંડર મોટર સાઇકલ ઊભા જોવા મળેલ. ટ્રક માં ચેક કરતાં તેમાં પ્લાસ્ટિકની કોથળીઓ તેમજ ટ્રકના ઠાઠામાં ભોયતળિયામાં ગુપ્ત ખાના બનાવેલા જોવા મળ્યા હતા. ગુપ્ત ખાનામાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ છોટા હાથીના ઠાઠામા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી. ટ્રક તેમજ છોટા હાથીમાથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વીદેશી દારૂની બોટલો નંગ 672 જેની કુલ કીમત રૂ.2,40,600 છે. તેમજ છોટા હાથીની આર.સી. બૂક માળી આવેલ છે જેના ઓનર તરીકે અરવિંદ ગોવિંદભાઇ બરારિયા તેમજ તેમનું ડ્રાઇવિંગ લાઈસેન્સ દારૂ સહિત કુલ રૂ॰14,45,600 નો મુદ્દામલ કબ્જે કરી પોલિસે આગળની કામગીરી હાથ ધરી છે.