મુંદરામાં પોલીસે 2 સ્થળે દરોડા પાડી નવ પત્તાપ્રેમીને ઝડપ્યા

હાથ કડી

મુંદરા તાલુકામાં જુગારના બે દરોડામાં પોલીસે નવ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે ચૌહાણની વાડીની બાજુમાં આવેલી જમીનમાં બાવળોની ઝાડી વચ્ચે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં  પોલીસે આરોપી બુધુભા પ્રેમસંગજી, લાખા લધુભાઇ મારવાડા, કેશરજી લખમશી દેઢિયા, રાયશી ચાપશી સંજોટ, હુસેન મામદ કુંભાર અને પ્રભાતસિંહ મહોબતસિંહ ચૌહાણને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 10,500 મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તો બીજો દરોડો વિલમાન કંપનીની સામેના ભાગમાં  આવેલી મજૂર વસાહતની પાસે પાડવામાં આવ્યો હતો. પોલીસે હરિ ભુના સહાની, દિનેશ રામવિલાસ સહાની અને ચંદન રામબાલક સહાનીને જુગાર રમતા પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 950 રૂપિયા કબ્જે કર્યા હતા.

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.