વર્ષામેડીમાથી  58320નો વીદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીધામ પૂર્વ કચ્છ

અંજાર પોલિસ પેટ્રોલીંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે શાંતિધામ હરિઓમ નગરમાં મકાન નં 24 ની સામે આવેલ ખુલ્લા મેદાનમાં અમુક ઈશમો ઇંગ્લિશ દારૂ ની હેરફેર કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા વીદેશી દારૂની બોટલ નંગ. 120 જેની કુલ કિમંત 58320 તેમજ ટુ-વ્હીલર નંગ-1 જેની કુલ કિમંત 10,000 એમ કુલ કિમત 68,320 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જોકે દરોડા દરમીયાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા  પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.