ખાવડા પાસે માર્ગ પર ઊભેલ બાઈકને ડમ્પરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો: એક યુવાકનું મોત નીપજયું

ખાવડા રોડ પર ડમ્પરે મોટર સાઈકલને ટક્કર મારતાં એક યુવકનું મોત નીપજયું હતું, જ્યારે એકને ઈજાઓ પહોચતા સારવાર હેઠળ ખસેડાયા હતા.

આ અંગે આમદ સમાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, જુણા ખાતે રહેતા હૈદર હાસમ સમાની તબીયત સારી ન હોતા જબ્બાર ઈસા સમા સાથે જીજે 12 ઈએન 4847વાળી મોટર સાઈકલથી ખાવડા હોસ્પિટલમાં દવા લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં આમદ લઘુશંકા માટે બાઈકને સાઈડમાં ઊભી રાખી હતી આ સમય દરમ્યાન ખાવડા તરફથી આવતા જીજે 12 બીઝેડ 8724 નંબરના ટાટા કંપનીના આઈવા ડમ્પરના ચાલક રમેશ દામજી ગાગલે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી રસ્તામાં ઊભેલી મોટર સાઈકલને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં  હૈદર સમાને માથાના ભાગે ગંભીર ઈજા તથા જબ્બારને પગના ભાગે ઈજા પહોંચતાં બંનેને ખાવડા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે હૈદરને મૃત જાહેર કર્યો હતો અને જબ્બારને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.