રવાપરમાં ધાણીપાસાનો જુગાર રમતા 6 જુગારી ઝડપાયા: 5 ફરાર

નખત્રાણા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન રવાપર ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગામની ઉત્તર સીમમાં ગટરના ટાંકા પાસે અમુક શખ્સ ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ધાણીપાસાનો જુગાર રમતા 6 ખેલીને પકડી પાડ્યા હતા. જ્યારે 5 આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 3300 તથા 5 મોબાઈલ ફોન કિ.રૂ. 10,500 મળી કુલ કિ.રૂ. 13,800નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. લગધીરસિંહ સુરુભા સોઢા ઉ.વ. 32 રહે. રવાપર
  2. અયુબ લખાના નોતીયાર ઉ.વ. 36 રહે. ઘડાણી
  3. મામદ હુસેન પિંજારા ઉ.વ.30 રહે. રવાપર
  4. રમધાન જુણસ નોડે ઉ.વ.30 રહે. રવાપર
  5. વલીમામદ ઈસાક નોડે ઉ.વ.23 રહે. રવાપર
  6. હયાત લખાના નોતીયાર ઉ.વ. 32 રહે. ઘડાણી

ફરાર આરોપીઓ:

  1. રમધાન હુસેન થુડિયા
  2. રફીક ઈબ્રાહિમ થુડિયા
  3. અરવિંદ જયંતિભાઈ વાળંદ
  4. દિક્ષિત જુમા વાળંદ
  5. ઈમરાન અલી થુડિયા