કચ્છમાં લગાતાર બે વર્ષથી 27મી જૂને જ થયું ચોમાસનું આગમન
વર્ષ 2020 અને 2021માં જૂન માસમાં ચોમાસનું આગમન થયું હતું. તેવી જ રીતે આ વર્ષે પણ જૂન મહિનામાં જ વર્ષારૂતુની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જૂન માસમાં જ સીઝનનો 70% વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વઘુ છે. ભારત દેશમાં સામાન્ય રીતે પશ્ચિમી રાજસ્થાન તેમજ કચ્છમાં સૌથી છેલ્લે ચોમાસું બેસે છે જ્યારે આ વર્ષે ભારતીય હવામાન વિભાગ દ્વારા 27 જૂનથી જ કચ્છ જીલ્લામાં ચોમાસું બેસી ગયું હોવાની જાણ કરી દેવાઈ છે ભારતીય હવામાન વિભાગ દ્વારા મળેલ માહીતી મુજબ 25થી 30 જૂન વચ્ચે જ કચ્છમાં ચોમાસુ બેસી ગયું છે. ચાલુ વર્ષે જૂન માસમાં જ સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વીભાગ દ્વ્રારા કચ્છમાં 25થી 30 જૂન સુધી ચોમાસું બેસવાની જાણ કરાઈ છે. સામાન્ય રીતે જોઈએ તો દેશમાં પશ્ચિમી રાજસ્થાન તેમજ કચ્છમાં સૌથી છેલ્લે ચોમાસું બેસે છે. ગયા વર્ષે ચોમાસુ 13મી જૂનના સૌરાષ્ટ ખાતે પહોંચ્યાં બાદ ત્યાં જ અટકી ગયેલ હતું, જેના પરીણામે કચ્છમાં વર્ષારૂતુના આગમનમાં વિલંબ થયો હતો. વર્ષ 2021માં કચ્છ ખાતે 19મી જૂનના ચોમાસાનું આગમન થયુ હતું. તેમજ વર્ષ 2020માં પણ કચ્છમાં 15મી જૂનના જ વર્ષારૂતુની શરૂઆત થઈ હતી. તેવી જ રીતે 2022માં 27મી જૂનના વર્ષારૂતુની શરૂઆત થઈ હતી. તે જ રીતે ચાલુ વર્ષ દરમીયાન પણ 27મી જૂનના જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વળી ચાલુ વર્ષે બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસાની શરૂઆત થતાં પહેલા જ 60 ટકા વરસાદ વરસી ગયો હતો. છેલ્લા 8 વર્ષમાં જૂનમાં પડેલ વરસાદની સરખામણીએ ચાલુ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે.