ભુજ-સાબરમતી સ્પેશીયલ  ટ્રેનની મુદ્દત લંબાવાઈ : 31 ઓગસ્ટ

copy image

ભુજ થી અમદાવાદ મુસાફરી માટે વેકેશન દરમીયાન સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન રેલવે દ્વારા શરૂ કરવામાં આવી છે જેની મુદત આજે પૂર્ણ થવાની હતી, જ્યારે રેલવે દ્વારા મુદત વધારી દેવામાં આવી છે. હવે આ ટ્રેનની સુવીધા વધુ  31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પરથી દોડતી 3 સ્પેશિયલ ટ્રેનના ફેરા સ્પેશિયલ ભાડા સાથે લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09456 ભુજ – સાબરમતી સ્પેશિયલ જેની મુદ્દત પહેલા 30 જૂન સુધી સૂચિત કરાઈ હતી, તેની મુદ્દત વધારી દેવામાં આવી છે, તે હવે 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તદ્દઉપરાંત બાંદ્રા ટર્મિનસ – ભાવનગર અને અમદાવાદ – ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને પણ એક્સ્ટેનશન મડેલ છે.

મહત્વની બાબત એ છે કે પ્રવાસીઓ દ્વારા આ ટ્રેનના સ્ટેશન અને સમયમાં ફેરફારની માંગ કરાઈ હતી જેમાં હજી  કોઈ ફેરફાર કરાયો નથી. ઉપરાંત અમદાવાદથી પરત આવવામાં સમય અનુકૂળ લગતા રાતના સમયે ટ્રેન ચાલુ રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ રેલવે દ્વારા આ સૂચન પણ ધ્યાને લેવામાં આવ્યું નથી. પહેલા પણ આ ટ્રેનમાં સફાઇ સહિતની કેટલીક ફરિયાદો ઉઠી હતી. રેલવે દ્વારા આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે તે આવશ્યક બાબત છે.