ગાંધીધામમાં પાણીના ટાંકામાં પડી જતાં બે યુવાનના કરૂણ મોત નિપજ્યાં
આ અંગે મળતી માહિતી અનુસાર સાંજના સમયગાળામાં કાર્ગો મધ્યે યાદવનગરમાં રહેતા સોબીનકુમાર (ઉ.વ.28) તથા બબલુ રીખ્યાસિંગ (ઉ.વ.25)નું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘરના આંગણામાં આવેલા પાણીના ટાંકામાં યુવક ડુબવા લાગ્યો, જેથી ઘરે હાજર રહેલા અન્ય યુવાન દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામા આવ્યો હતો, પરંતુ આ ઘટનામાં બંને યુવકના કરૂણ મોત નિપજ્યાં હતા.