ગુંદાલામાં પંચાયતના ઓપરેટરની ઓરડીમાં વીજકરંટથી આધેડનું મોત
મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામમાં આધેડને વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. મળેલ માહીતી અનુસાર ગુંદાલામાં રહેતા 47 વર્ષીય નરેશ હીરાભાઈ દેવરિયા બુધવારે ઘરેથી નીકળી ગયેલ હતા, ત્યાર બાદ પરત ન આવતા પરિવારજનોએ શોધ કરી હતી. તે દરમિયાન બીજા દિવસે સવારે દસ વાગ્યે રતાડીયા રોડ પાસે આવેલા મહાદેવના મંદિર પાસે પંચાયતના ઓપરેટરની ઓરડીમાં વીજ શોક લાગતા બેભાન હાલતમાં મળી આવેલ હતા. ત્યાર બાદ સારવાર અર્થે તેમણે મુન્દ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.