હનીટ્રેપ કેસની માસ્ટર માઈન્ડ મનીષાના રિમાન્ડના આઠ દિવસ પૂર્ણ થતાં ફરી પાલારા જેલ ખાતે ખસેડાઈ

 દિલીપ આહીર હનીટ્રેપ કેસની માસ્ટર માઇન્ડ મનીષાના આઠ દિવસના રિમાન્ડ પુરા થતા ફરી પાલારા જેલ હવાલે કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન મનીષાની કરેલ  પૂછતાછ દરમીયાન ખૂટતી કડીઓ જોડાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આ કેસમાં મનીષાના સહભાગી એવા અંજારના વકીલ તેમજ મનીષાના પતિ સહિતના પાંચ આરોપી હજુ ઝડપાયા નથી. મૂળ ઢોરીના વાતની અને માધાપરમાં રહેતા દિલીપ આહીર નામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાના માસ્ટર પ્લાનમાં યુવાનને મરવા મજબુર કરી દીધો.

કેસની માસ્ટર માઈન્ડ એવી મનીષા ગોસ્વામીને  પાલારા જેલથી કબ્જે કર્યા બાદ આઠ દિવસના રિમાન્ડ પર રાખવામાં આવી હતી. જે પુરા થતા તેને ફરી પાછી પાલારા જેલ ખાતે ધકેલવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી અનુસાર મનીષાની પુછતાછ દરમિયાન પોલીસ તપાસમાં ખૂટતી કડીઓ જોડાઈ છે, વધુ તપાસ માટે બે દિવસ અગાઉ મળી આવેલા મોબાઈલને તપાસ માટે મોકલવામાં આવશે. ત્યાર બાદ જાણકારી સામે આવતા સમગ્ર ઘટનાનો પરદો ફાશ કરી શકાસે. માસ્ટર માઇન્ડ મનીષાના રીમાંડના આઠ દિવસ દરમિયાન માત્ર રિદ્ધિ જ પોલીસને હાથ લાગી છે. હજુ મનીષાની ગેંગમાં સહભાગી એવા મનીષાના પતિ અને અંજારની વકીલની ધરપકડ કરાઈ નથી તેની શોધ હજુ ચાલુ છે.