ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર ગામમાં પાણી વચ્ચે વૃક્ષ પર ફસાયેલા ત્રણ લોકોને સલામત બહાર કાઢી લેવાયા
ગાંધીધામ ખાતે ગત દીવસે પડેલા ભારે વરસાદ ના કારણે ગાંધીધામના ગળપાદર ગામના જગન્નાથ મંદિર પાસે આવેલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી પસાર થઈ રહ્યા હતા તે દરમીયાન ત્રણ યુવકો વૃક્ષની મદદ લઈ ત્યાં રોકાઈ ગયા હતા. પરંતુ વરસાદનું પાણી બંધ ન થતાં તેઓ બહાર આવી શકે એવો કોઈ માર્ગ બચ્યો ન હતો. આ પરિસ્થિતિ બાબતે પ્રશાસનને જાણ કરતા ફસાયેલા ત્રણેય યુવાકોને સલામત બહાર કાઢવા એસડીએમ અને મામલતદાર દ્વારા અગ્નીશમન દળ, ઈઆરસીની ટીમો મોકલવામાં આવી હતી. તેઓ વિવિધ પ્રયાસો કર્યા બાદ સલામત રીતે ત્રણેય યુવાનોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.