ધ્રાંગધ્રામાં સગીર વયની બાળાના અપહરણના ગુનામાં ચાર મહીના નાસતો ફરતો આરોપી અંજારથી ઝડપાયો

          ધ્રાંગધ્રા તાલુકામાથી આરોપી વિપુલભાઇ નવઘણભાઇ મુલાડીયા નામક ઈશમ સગીર વયની બાળાને ભગાડી લઇ ગયેલો હોવાનો બનાવ બનતા આરોપી  વિરુદ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. કે બાબતે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર યુ.એલ.વાઘેલાએ ગુનામાં નાસતા ફરતા આરોપી વિપુલભાઇ નવઘણભાઇ મુલાડીયાને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી નાશી છૂટેલ આરોપીની તપાસ અંગે અલગ અલગ જિલ્લાના ગામોમાં મુકેલ હતી. આરોપી છેલ્લા ચારેક માસથી ઝડપાયેલ ન હતો.

           ખાનગી બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ દ્વ્રાર  બાતમી હકીકત મળી હતી કે, આરોપી ભોગ બનનારી સગીરા સાથે કચ્છ જિલ્લાના અંજાર  તાલુકાનાં કોઈ ગામમાં નાશી છૂટેલ છે. બાતમીના આધારે વધુ તપાસ કરતાં અંજાર તાલુકાનું દેવળીયા ગામનું લોકેશન મળી આવ્યું હતું. આરોપીને ઝડપી પાડવા ટીમની રચના કરી લોકેશનવાળી જગ્યા કચ્છ જિલ્લાના દેવળીયા ગામ ખાતે જઇ વધુ તપાસ કરતા આરોપી મળી આવેલ ન હતો. તેથી પોલીસે તે સ્થાન પર એક શંકાસ્પદ વ્યકિતનો ફોન ચેક કરતા લોકેશનવાળો મોબાઇલ નંબર ફોનમાંથી બરામત થતા તે વ્યકિતની કડક પૂછતાછ કરી હતી. જેના પરીણામે જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર સગીરા તેમજ આરોપી દેવળીયા ગામની સીમ – વાડી વિસ્તારમાં જોયેલ હતા. વાડી વિસ્તારમાં જઈ વધુ તપાસ કરતાં આરોપી તથા ભોગ બનનાર બંને મળી આવ્યા હતા ત્યાર બાદ આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.