ભુજ 36 ક્વાટર્સ નજીક તુફાન તથા કાર વચ્ચે અકસ્માત સર્જાયો: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

આ અંગે લાકડીયામાં રહેતા મગન જેસા કોલીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ ગઈ કાલે સવારે પોતાની માલીકીની તુફાન ગાડી GJ-12-Z-6959 દ્વારા પેસેંજર લઈ લાકડિયાથી હાજીપીર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભુજ 36 ક્વાટર્સ પાસે પહોચતા સામેની તરફ થી આવી રહેલ GJ-12-FB-3576 હ્યુન્ડાઇ કંપનીની વર્ના કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીની તુફાન ગાડી સાથે અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં તુફાનમાં સવાર મહિલા પેસેંજર શકીનાબેનને માથાના ભાગે ઇજાઓ પહોચતા સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે અકસ્માત સર્જી કાર ચાલક કાર મુકી નાસી ગયો હતો. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.