ભુજમાં ડિટેઈન કરાયેલ વાહન છોડવા મુદ્દે પોલીસને અપાઈ ધમકી

ભુજમાં ડિટેઈન કરાયેલા વાહનને છોડાવવા આવેલા શખ્સોએ પોલીસ કર્મચારી સાથે મારકૂટ કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદી ઘેવરચંદ તિલોકજી મોરિયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,  આરોપી હનીફ ઉર્ફે હનિયો નૂરમામદ સમા, ઈસ્માઈલ નૂરમામદ સમા, સલીમ મામદ કુંભાર અને ચેતન ખીમજી દવે એ ડિવિઝન પોલીસ મથકે ટુ વ્હીલર વાહન જીજે 12 ઈએલ 7064 છોડાવા કહેતા ફરિયાદીએ જરૂરી આધારપુરાવા રજૂ કરવા જણાવ્યુ હતું.

આરોપીએ ફરિયાદી પર દબાણ કરતાં ફરિયાદી ઘેવરચંદ તિલોકજી મોરિયા તેમ કરવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ધોકા વડે ઘેવરચંદને માર મારી ઈજા પહોંચાડી હતી અને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. પોલીસે ફરજમાં રુકાવટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.