અંજારમાં 10 ઈંચથી પણ વધુ વરસાદ પડતાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા તેમજ નદીનાળા અને જળાશયો પણ છલકાઈ ગયા : ચાલુ વરસાદમાં પણ પોલીસે પોતાની ફરજ બજાવી લોકોને સુરક્ષીત કર્યા
ગત દીવસે રાત સુધીમાં અંજારમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું જણાયું છે. અંજાર પર આભ તૂટી પડ્યું હોય તેમ ઠેર ઠેર જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતીમાં પણ અંજાર પોલીસ પોતાની ફરજથી પાછા ન ફરતા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તેમાં ફસાયેલા લોકોને સલામતી પૂર્વક સ્થળાંતર કરવા મદદે પહોચયા હતા. અંજાર ખાતે આવેલી સાંગ નદી સવાસર નાકા, ગંગા નાકા વગેરે જેવા વિસ્તારોમાં ખૂબ પાણી ભરેલું જોવા મળેલ છે. ગુરુવાર સવારથી અંજાર તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદથી ઠેર-ઠેર નદીનાળા અને જળાશયો છલકાઈ ગયા છે.
હવામાન વિભાગ દ્વ્રારા મડેલી માહિતી મુજબ, હાલમાં બે સાયક્લોનિક સરક્યુલેશન સાથેની એક સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક વીસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરાંત કેટલાક છૂટાછાવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ જણાઈ રહી છે. જ્યારે, અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ ઓછા પ્રમાણમા છે.
આવનાર દિવસો દરમિયાન નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.