ભુજના માધાપરમાં ટી શર્ટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 5 લાખથી વધુનું નુકસાન
ભુજના માધાપરમાં ગત મધ્યરાત્રિએ એક ટી શર્ટ બનાવતી ફેક્ટરીના ઉપરના માળે અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગે તૈયાર વસ્ત્ર અને કાપડને લપેટમાં લેતા માલ સળગી ગયો હતો. આગની આ ઘટનામાં કેડીએચ એન્ટરપ્રાઇઝમાં અંદાજીત રૂ. 5 લાખનું નુકસાન પહોંચ્યું હતું. જોકે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો અને વધુ નુકસાની થતા અટકાવી હતી.