ભુજમાં જુગાર રમતા 4 જુગારીને ઝડપી પાડતી ભુજ બી-ડિવિઝન પોલીસ
ભુજ બી-ડિવિઝન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, લોટ્સ કોલોની વાલ્મીકિ નગરમાં અમુક શખ્સો તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીને પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી રોકડ રૂ. 6530 તથા 3 નંગ મોબાઈલ ફોન કિ.રૂ.4500 મળી કુલ કિ.રૂ.11030 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ 12 અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- મુકેશ ચેતરામ ડાભોડિયા ઉ.વ.44 રહે. ભુજ
- દિપક અર્જુન ગુજરાલ ઉ.વ. 24 રહે. ભુજ
- હીરાલાલ બંસીલાલ લોટ ઉ.વ. 40 રહે. ભુજ
- શ્યામમોહનલાલ ચનાલ ઉ.વ.42 રહે. ભુજ