ગુજરાતનાં ગૌરવ એવા તરણવીર આર્યએ હૈદરાબાદ ખાતે 400 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

  હૈદરાબાદમાં જઈ તરણવીર આર્યએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હૈદરાબાદ ખાતે યોજાયેલ 76મી સિનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનાં સ્વિમર  તરણવીર આર્યએ ગોલ્ડ મેડલ જીતી રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તરણવીર આર્યએ 400 મીટર સ્વીમિંગ સ્પર્ધામાં  ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને નામાંકિતકર્યું આટલું જ નહી હવે એશિયન ગેમ્સમાં રમશે. યોજાયેલ સ્વીમિંગ સ્પર્ધામાં ફ્રી સ્ટાઇલમાં 3.52 મિનિટમાં 400 મિટર  સ્વિમિંગ કરી આ શ્રેષ્ટ સિદ્ધી પ્રાપ્ત કરી છે. હવે એશિયન ગેમ્સમાં ભાગ લઈ વધુ કામના પ્રાપ્ત કરશે તરણવીર આર્ય.