અંજાર ખાતે આવેલ રાજાશાહી વખતનું લખાસર તળાવ વરસાદી પાણીના લીધે છલકાયું
અંજાર ખાતે આવેલ જખદાદાના મંદીર પાસે આવેલું ઐતિહાસિક રાજાશાહી સમયનું લખાસર નામનું તળાવ મેઘરજાના આગમનના લીધે વરસાદી પાણીથી ભરાઈ ગયેલ હતું. લખાસર તળાવ છલકાતા તેની પાળ તૂટી જવાના કારણે નજીક આવેલ આઇ.ટી.આઇ.ની દીવાલ જમીનદોસ્ત બની હતી જેના પરીણામે તળાવનું પાણી બહાર વહી નિકળ્યું હતું તેમજ અનેક માછલીઓ પણ મૃત્યુ પામી હતી. આ અંગે પ્રશાસન દ્વારા વહેલી તકે કામગીરી શરૂ થાય એવી રજૂઆત કરવામાં આવી છે.