પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ

ગાંધીધામ એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અંતરજાળ રવેચીનગરમાં રહેતો સંજયસિંહ જામુભા જાડેજા પોતાના રહેણાક મકાનના આગળના ભાગે આવેલ બાથરૂમમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 261 નંગ બોટલ તથા બિયર ટીન 48 મળી આવ્યા હતા. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે 109680 નો શરાબનો જથ્થો હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.