અંજાર ખાતે મેઘરાજાએ લીધો રૌદ્ર સ્વરૂપ : એક જ મહિનામાં ત્રણ વખત તુફાની વરસાદ
અંજારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નજરે ચડી રહ્યા છે. ગયા એક મહીનામાં અંજારવાસીઓએ ત્રણ વખત તોફાની વરસાદનો સામનો કર્યો છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ અંજારમાં 881 એમએમ વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે રાજ્યના અન્ય કોઈ તાલુકામાં 700 એમએમ વરસાદ પણ થયો નથી. છેલ્લા એક મહિનામાં વરસી ગયેલ ત્રણ વખતના તોફાની વરસાદે અંજારમાં અતિવૃષ્ટી જેવો માહોલ ઊભો કરી દીધો છે.
બિપોરઝોય તોફાનમાં 13 જૂન થી 16 જૂન સુધીમાં જ 16 ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. તે સમયે પણ અંજારમાં ભારે નુકશાની થઈ હતી. ઠેર ઠેર વૃક્ષો જમીનદોસ્ત બન્યા હતા. આ ચાર દિવસ દરમીયાન જ અંજાર ખાતે કુલ 396 એમએમ વરસાદ ખાબક્યો હતો. વર્ષારૂતુના આગમન પહેલા જ અંજારમાં અતી ભરી વરસાદ નોંધાઈ ચૂક્યો હતો.