આદીપુર ખાતે ટ્રેન પસાર થયાના સમય દરમીયાન બંધ ફાટકમાં કાર ઘૂસી
આદીપુર ખાતે આવેલ લીલાશા ફાટક પર આજે ટ્રેન પસાર થાવાના સમયે દુર્ઘટના થતી અટકી. મળેલ માહીતી અનુસાર ફાટક બંધ હતું તે દરમીયાન એક કાર અંદર ઘૂસી આવેલ હતી. સદભાગ્યે કોઈ બનાવ બન્યો ન હતો. ફાટક અંદર પ્રવેશેલી કાર પાટાની નજીક ઊભી હતી તે સમય દરમીયાન ટ્રેન ત્યાથી પસાર ચૂકેલી.
સતત ટ્રાફિક સમસ્યાના કારણે લીલશા ફાટક સહીતના રેલ્વે ફટકો પર ઓવેર બ્રિઝ બનવાની અરજીઓ કરાઈ છે પરંતુ, ખૂબ જ ધીમી ગતીએ કામગીરી થતી હોવાના કારણે ટ્રાફિક સમસ્યા એ રોજનો પ્રશ્ન બનીને રહી ગયેલ છે.