બનાસકાંઠના ડીસા તાલુકાનાં 17 વર્ષીય કિશોર મનીષ મળીએ બનાવ્યૂ અડવાન્સ ડ્રોન : આર્મી મિશનમાં પણ ઉપયોગી
copy image
અત્યારના ચાલતા ટેક્નોલોજીના યુગમાં ડીગ્રીધારક કે અનુભવી જ નહી પરંતુ કીશોરવ્સ્થાના બાળકો પણ સર્જી રહ્યા છે કઈક નવીન વસ્તુઓ. એવો કરવામાં આવેલ મનીષ માળી નો પ્રયાસ સફળ સાબિત થયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રહેતા કિશોર જેને હાલમાં જ 12 સાયન્સ પૂર્ણ કરેલ છે તેવા મનીષ માળીએ
પોતાના આઈડિયા થકી એડવાન્સ ડ્રોન બનાવી નેશનલ લેવલે તેના આઇડિયેશનની પસંદગી પામેલ છે. દેશમાં 700 પ્રોજેક્ટ આવ્યા હતા જેમાથી 151 આઈડિયામાં મનીષ માળીના આઇડિયેશનની પસંદગી થવા પામી છે.
ડ્રોન બનાવનાર મનીષ માળી દ્વારા જાણવા મળ્યું હતું કે બાળપણથી જ તેને કંઈક પ્રોજેક્ટ બનાવવાની ઈચ્છાઓ વારંવાર થતી રહેતી. અગાઉ મનીષે આયર્નમેન હેન્ડ મશીન, જેસીબી અને ઇન્વર્ટર જેવી વસ્તુઓ પણ બનાવેલી છે. જે ઘણાં ક્ષેત્રોમાં ઉપયોગી નીવડે છે.
મનીષે સામાન્ય ડ્રોન કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો ત્યારે તેને સામાન્ય ડ્રોન બનાવેલ હતું. તે પર થી મનીષને એડ્વાન્સ ડ્રોન બનવાનો વિચાર આવ્યો હતો. ત્યારે એડવાન્સ ડ્રોન બનાવી રોબોફેસ્ટ ગુજરાત 3.0માં ભાગ લીધો હતો. જે અંતર્ગત દેશભરમાંથી 700 લોકોએ ભાગ લીધેલ હતો, જે ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધા હતી, જે અંતર્ગત 151 લોકો સિલેક્ટ થયા હતા, જેમાં મનીષનું ડ્રોન રોબર્ટ પણ સિલેક્ટ થયું છે.
મનીષના જણાવ્યા અનુસાર ડ્રોન બનાવવા કેટલીક વસ્તુઓ માર્કેટમાં ઉપલબ્ધ હતી તો કેટલીક તેને ઓનલાઇન પણ મંગાવેલી છે. એડ્વાન્સ ડ્રોનનું વજન 1.200 કીગ્રા છે અને એની રેન્જ ઊંચાઈમાં 500થી 700 મીટર અને લેન્થ 1 કિલોમીટર જેટલી છે. જે આર્મી મીશન પાર પાડવામાં પણ ઉપયોગી નીવડે છે. તેમજ એડ્વાન્સ ડ્રોન 1 કિલો સુધીનું વજન પણ ઊચકી શકે છે. આ ડ્રોન ની ખસીયત છે કે, આપેલ મિશન તે પોતે ઓપરેટ કરી પૂર્ણ થયા બાદ પોતે લેન્ડ થાય જાય છે.
એડવાન્સ ડ્રોન બનાવવા માટે મનીષ પાસે જેમ જેમ સગવડ થતી ગઈ તેમ તેને તે ડ્રોન ના સાધનો ખરીદતો ગયો. એડવાન્સ ડ્રોન કુલ 70,000માં બનેલ છે. એડવાન્સ ડ્રોન બનાવ્યા બાદ મનીષે નેશનલ રોબોફેસ્ટ 3.0 સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે અંતર્ગત તેને 50 હજારનું પ્રોત્સાહક ઇનામ મળ્યું હતું. આવનાર સમયમાં મનીષ 10 જુલાઈ 2023ના રોજ અમદાવાદ સાયન્સસિટી ખાતે યોજાયેલ પ્રૂફ ઓફ કોન્સેપ્ટમાં તે ભાગ લેવા જઈ રહ્યો છે.