ડીટેઈન કરાયેલ 112 વાહનોની હરરાજી : 7.83 લાખની થઈ ઉપજ
આડેસર પોલીસ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર ડી.જી.પી. એ રાજ્યનાં પોલીસ સ્ટેશનોમાં પડી ૨હેલ અલગ અલગ હેડ હેઠળના વાહનોનો નિકાલ ક૨વા આદેશ કરેલ હોઈ.જે અનુસંધાને મે.પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ. સાગર સાંબડા ભચાઉ વિભાગ તથા સી.પી.આઇ. જે.બી. બુંબડીયા,૨ા૫૨ સર્કલ નાઓએ મુદ્દામાલ નિકાલ ક૨વા અંગે વખતો વખત આપેલ સુચના આધારે લાંબા સમયથી આડેસર પોલીસ સ્ટેશનમાં એમ.વી.એક્ટ -207તથા જી.પી.એક્ટ -82(2) મુજબના ટુ વ્હીલ૨ વાહનો કુલ-122 પડી રહેલા, જેનો આજે નિકાલ ક૨વા માટે જાહેર હરાજીથી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં રાજયમાંથી સ્ક્રેપનો વેપા૨ ક૨તા તથા વાહન લેવા ઈચ્છા ધરાવતા કુલ 19 વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા
હરરાજી દરમિયાન ઉચ્ચી કિંમતે બોલી લગાવાઈ હતી. પડતર તમામ ટું વ્હીલર વાહનના કુલ રૂ. 6.64 લાખ અને જીએસટીના રૂ. 1 લાખ 19 હજાર 520 રકમની ઉપજ થઈ હતી. મળતી માહીતી મુજબ ઉપજ થયેલ કુલ રૂ. 7 લાખ 83 હજાર 520ની તમામ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમીયાન એમ.ટી.પો.સબ.ઈન્સ. પી.એન.જામ તથા સ્ટાફના માણસો હજાર રહ્યા હતા.