કચ્છ યુનિવર્સિટી ખાતે યોજેલ ‘ફેલો જીઓલોજીસ્ટ’ની ભરતી અંતર્ગત કચ્છ યુનિના 7 વિધ્યાર્થીઓની પસંદગી કરાઈ
copy image
કચ્છ યુનિવર્સિટી ખાતે અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગમાં ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સોસાયટી, ગાંધીનગર અંતર્ગત ‘ફેલો જીઓલોજીસ્ટ’ ની ભરતી માટે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના 7 વિદ્યાર્થીઓ પસંદગી પામેલ છે.
ગાંધીનગરથી ડાયરેક્ટર ચેતન પ્રજાપતિ,ટેક્નિકલ ડાયરેક્ટર GMRDS નીરવ બારોટ,અંજાર સર્કલના જીઓલોજીસ્ટ એમ.આર. વાળા, આસિસ્ટન્ટ જીઓલોજીસ્ટ અને એક્સપ્લોરેશન પ્રતિકભાઈ શાહ તેમજ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર એમ.જી. ઠક્કરની હાજરીમાં 14 વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ રીતે તેમજ 7 વિદ્યાર્થીઓના ઓનલાઈન ઇન્ટરવ્યૂ લેવાયા હતા. જે અંતર્ગત GMRDS દ્વારા કુલ 7 જેટલા વિદ્યાર્થીઓની ભરતી થશે. વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ રહીને જોબની ઓફર મળવાથી ઉત્સાહિત થઈ ગયેલ હતા. જેમાંથી વિભાગના સ્ટાફ મિત્રોએ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ કરેલ મહેનતને કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તથા કુલ સચિવ દ્વારા બિરદાવવામાં આવેલ હતી. અધ્યક્ષ પ્રોફેસર મહેશ ઠક્કર દ્વારા જાણવા મળેલ કે વિભાગમાં અવારનવાર વિવિધ માઈનીંગ કંપનીઓ દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજવામાં આવે છે તેમજ આ કંપનીઓ તેમજ ગુજરાત ગવર્મેન્ટના DGM તેમજ GMDC માં આ વિભાગના વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં સેવા આપી રહ્યા છે.