રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 50 હજારની ઠગાઈ આચરાઈ
copy image
રૂપિયા ડબલ કરવાની લાલચમાં ફસાવી માધાપર ખાતે સાઉન્ડ સર્વિસનો ધંધો કરતા રાજસ્થાનના યુવક પાસેથી ભુજના ત્રણ શખ્શોએ કુલ રૂ.50 હજાર પડાવી લીધા હતા. જેના બદલામાં નકલી નોટો આપી ઠગાઈ આચરી હતી.
મળેલ માહીતી અનુસાર મૂળ રાજસ્થાનના રહેવાસી હાલે માધાપર હાઈવે પર ભવાની હોટલ સામે રહેતા દેવીલાલ માણગરામ ધાકડ નામના વ્યક્તિને રૂપિયા ડબલ કરી દેવાની લાલચ આપી સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ સખ્શોએ પોતાના વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદી વિશ્વાસમાં આવી જઈ આરોપીઓને રૂપિયા 50 હજાર આપી દીધેલ હતા. જેના બદલે આરોપીઓએ ફરઝી નોટો આપી ઠગાઈ આચરી હતી.
બનાવ અંગે વધુ મહીતી મળતા જાણવા મળેલ હતું કે પોલીસે ભુજમાં રહેતા અસરફ આમદ વર્યા તેમજ પ્રવીણસિંહ નીમસિંહ સોઢાની ધરપકડ કરી છે. ત્રીજો આરોપી સિકંદર શરકી પોલીસ પકડમાં આવેલ નથી.