રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લાના તમામ સંવર્ગો દ્વારા ગુરુવંદનાના પાવન પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરાઇ…
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે સમગ્ર રાષ્ટ્રમાં ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરતો ગુરુવંદના પાવન કાર્યક્રમ ઉજવવામાં આવે છે. આવો જ એક પાવન પર્વ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સચિવ શ્રી ભીખાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાશીનાથ ભવન, ભુજ ખાતે યોજાયો હતો.
પ્રાથમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજાએ અતિથિઓનુ શાબ્દિક સ્વાગત અને સરકારી સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ પ્રસંગોચિત ઉદબોધન કયુઁ હતુ.સૌરાષ્ટ્ર પ્રાંત બૌધિક પ્રમુખ જેન્તીભાઇ નાથાણીએ આર.એસ.એસ. ના શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ભૂમિકા બાબતે પ્રકાશ પાડયો હતો.
મુખ્ય વક્તા તરીકે જાણીતા કથાકાર અને સુંદરપુરી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી હિરેનભાઇ પંચાલ રહ્યા હતા, જેમણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુપદના વિશેષ મહત્વ સાથે જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણના કમૅના સિધ્ધાંતો પર આધારીત ભગવદ્ ગીતાને અનુસરવાનો બોધ આપેલ હતો. શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલે રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખી શિક્ષકોને સદગુરુ બનવાનુ આહવાન કર્યું હતું તેમજ શિક્ષકો સદ વિચારોના બીજ વગૅખંડમાં બાળકોના માનસમાં રોપી વૈચારિક ક્રાંતિ દ્વારા ભવ્ય અને દિવ્ય ભારતનુ નિર્માણ કરી શકશે એ વાત પર ભાર મૂકેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ગાગલે કયુઁ હતુ. આભારવિધિ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમા સાહેબે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-કચ્છ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની,મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમારે વ્યવસ્થા સંભાળી હતી. આ કાયૅક્રમ માં જિલ્લાના 120 થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મંત્રી મુળજીભાઈ ગઢવી, પ્રાથમિક સંવર્ગ ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી હિતેષભાઇ ગોપાણી, વિભાગ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમા, પ્રાથમિક સંવર્ગ જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી, તાલુકા અધ્યક્ષ
અંજાર-મયુરભાઈ પટેલ, ગાંધીધામ-ભરતભાઇ ધરજીયા, અબડાસા-લખધીરસિંહ જાડેજા, ભુજ-શામજીભાઈ કેરાશિયા, રાપર-નરેન્દ્રસિંહ જાડેજા, માંડવી-રસિકભાઈ પરમાર, લખપત-જયકીશન મકવાણા, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના ઉપાધ્યક્ષ રૂપેશભાઇ સોલંકી તેમજ સુનિલભાઇ મહેશ્વરી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ, ચેતનભાઇ લાખાણી, મનનભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ચૌહાણ, રાખીબેન રાઠોડ, રવિભાઈ પટેલ, લક્ષ્મણભાઈ ગઢવી, વિનોદભાઈ સાપરા,ભરતભાઇ ધરાજીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.