રાપર શહેર અને તાલુકાની વર્ષો જુની પાણીની મુખ્ય સમસ્યા બાબતે ખુદ લોકો આંદોલન માર્ગે આવ્યા અને માટલાં ફોડયા.
અને તાલુકાની પાણીની અતિ ગંભીર સમસ્યા માટે ખુદ પ્રજાજનો રણકાંધી એ ચડ્યા હતા આ સમયે શહેરના લોકો સાથોસાથ આગેવાનશ્રીઓ પણ આ પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જોડાયા હતા. રાપર દેનાબેંક ચોક થી માલીચોક થી સલારી નાકા થી બસ સ્ટેશન થઈ ને નગરપાલિકા કચેરી ખાતે પ્રજાજનો બુલંદ અવાઝ સાથે પહોચ્યા હતા તો ત્યાં કોઈ અધિકારી હાજર જોવા મળ્યા ન હતા તેમજ કલાક ની રાહ પછી પણ કોઈ અધિકારીને આ જીવન નિર્વાહની સમસ્યાને સાંભળવાની તસ્દી પણ લીધી ન હતી.તેમજ સાચી વેદના સમજવાની જગ્યાએ પોલીસને બોલાવી તંત્રએ પોતાની ફરજ નિભાવી હતી આ બિનરાજકીય પ્રજાનો અવાઝ રાપર શહેર તથા તાલુકાની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા લોકો દ્વારા રેલી કાઢવામાં આવી તેમજ વહીવટી તંત્રને કઈ પણ પડી ન હોવાનું સાબીત થયું સાથોસાથ વહીવટી તંત્ર સમક્ષ રોષ સાથે જણાવ્યુ હતું કે પાણી માટે લોકદરબાર યોજો તો કલેક્ટર સાહેબને અમારી પ્રજાની સાચી વેદનાનો ખ્યાલ આવશે ફક્ત ને ફકત બંધ બારણે આગેવાનો સાથે મીટિંગ કરવા થી અમારો અવાજ નહીં સંભળાય સદર બિનરાજકીય મોરચામાં બહોળી સંખ્યામાં રાપર શહેરીજનો સહ તાલુકાના આગેવાનશ્રીઓ અને પ્રજાજનો જોડાયા હતા.તેમજ તંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં પ્રજાની પાયાની જરુરીયાત પાણીની સમસ્યા નો હજુ સુધી અંત આવ્યો નથી હાલાકી પડવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહયા છે.તેમજ તાત્કાલીક ધોરણે પાણીની ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવા લોકોએ ઉગ્ર માંગણી સાથે નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ એ માટલાં ફોડયા હતા.