ભુજમાથી 4 જુગાર પ્રેમીઓની પકડી પાડતી ભુજ બી ડેવિઝન પોલીસ
copy image
ભુજ બી ડિવિઝન પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે ભુજ ખાતે આવેલ ભુજિયા રિંગરોડની નજીક આદમ ઉર્ફે ગાભો આમદ થેબાના મકાનના ખુલ્લા આંગણામાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમી રહ્યો છે. બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી તીનપત્તી વડે જુગાર રમતા આમદ ઉર્ફે ગાભો ઉપરાંત મોહમદ અબ્દુલ કુરેશી, સિકંદર જુમા ખલીફા અને કાસમ અદ્રેમાન નોડે ને રોકડા રૂા. 3700 સાથે ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.