ભચાઉ તાલુકાનાં શિવલખામાં થયેલ હત્યા કેસમાં સમાધાન બાબતે યુવાનને ધોકા વડે માર મરાયો
copy image
ભચાઉ ખાતે આવેલા શિવલખા પાસે અગાઉની હત્યાના કેસમાં સમાધાન કરવા બાબતે ધમકી આપી એક યુવાન પર ધોકા વડે હુમલો કરાતાં ચાર શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શિવલખામાં રહેતા જશવંતસિંહ ઉર્ફે જશુભા ભીમજી રાઠોડ અને અન્ય બે લોકો લાકડિયાથી શિવલખા માર્ગ પર ઊભા હતા, ત્યારે ઉદયસિંહ ઝીલુભા જાડેજા, દનુભા ઉર્ફે ફોજી હેતુભા જાડેજા, દશરથસિંહ રાસુભા જાડેજા તથા કરણસિંહ ઉમેદસિંહ જાડેજા ત્યાં ગાડીમાં આવેલ અને અગાઉ થયેલ હત્યાના કેસમાં સમાધાન કરી લેવા ધમકી આપી ફરિયાદી જશવંતને ધોકા વડે માર્યો હતો. ગત તા. 19/6ના બનેલ આ બનાવ અંગે ગત દિવસે પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હાથે. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.