નગર પાલિકા દ્વારા કામગીરી શરૂ : અંજારમાં ગટર સમસ્યાનો નિકાલ લાવવા બાબતે કામગીરી શરૂ કરાઈ
copy image
અંજાર ખાતે પડેલ વરસાદ બાદ ઠેર ઠેર ગટરની સમસ્યા ઊભી થઈ હતી. જે સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી કામગીરી કરાઈ રહી છે. નગર અધ્યક્ષા લીલાવંતીબેન પ્રજાપતિ, ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન વિજય પલણ, શાસકપક્ષના નેતા સુરેશ ટાંક, દંડક વિનોદ ચોટારા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન વૈભવ કોડરાણીની હાજરીમાં શહેરની તમામ ગટરની સમસ્યાઓ ઉકેલવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરના માર્ગદર્શન અને કચેરી અધિક્ષક ખીમજી સિંધવની નિગરાની હેઠળ એન્જિનિયર સાવન પંડ્યા હસ્તકના સ્ટાફ દ્વારા ખાસ મંગાવાયેલા હાઈ ડીપ જેટીગ મશીન દ્વારા આ કામગીરી શરૂ કરી દેવાઈ છે. પાલિકા દ્વારા જાણવા મળેલ હતું કે ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવે છે જેના પરીણામે સમસ્યા ઉદભવે છે. આ બાબતે શહેરીજનોએ જાગૃતિ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મળેલ માહિતી અનુસાર ગટર લાઈનની સફાઈ કામગીરી સતત રાત દિવસ ચાલી રહી છે અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નો હાથ ધરાયા છે