કચ્છ જિલ્લામાં આગામી શુક્રવારથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ
કચ્છ જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે જ્યારે આગામી શુક્રવારથી કેટલાક સ્થળે ફરી એક વખત હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. વરસાદી વાતાવરણ વિંખેરાતા ગરમીએ જોર પકડવાની સાથે કંડલા એરપોર્ટ મથક સતત બીજા દિવસે 36.1 ડિગ્રીએ રાજ્યભરમાં સૌથી ગરમ મથક બન્યું હતું.
કચ્છ જિલ્લામાં સરેરાશ 18.54 ટકાની સામે જુલાઇના આરંભે જ 20.78 ટકા જેટલો વરસાદ વરસી ગયેલ છે જેના કારણે ખેડૂતો તેમજ માલધારીઓમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસથી વરાપ નીકળતાં ખેતરોમાં વાવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી શુક્રવારથી ફરી કેટલાક સ્થળે હળવો કે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.