ગાંધીધામ ગણેશનગર ખાતે આવેલ માં ટેલીકોમ દુકાનમાથી કુલ રૂ.1,96,155ની ચોરીની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન મથકે નોંધાઈ
ગાંધીધામ ગણેશનગર મધ્યે શાકમાર્કેટની બાજુમાં આવેલ મોબાઇલની માં ટેલીકોમ નામની દુકાનમાથી અલગ અલગ કંપનીના સ્માર્ટ ફોન નંગ-21 જેની કુલ કિમત રૂ 1,94,855 તેમજ રોકડ રૂ.1300 એમ કુલ રૂ.1,96,155ની ચોરી થયાની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન મથકે નોંધાઈ છે.
નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા.8/7ના રાત્રે ગણેશનગર મધ્યે શાકમાર્કેટની બાજુમાં આવેલ મોબાઇલની માં ટેલીકોમ નામની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયેલ હતો ત્યાર બાદ 9/7ના રોજ વહેલી સવારે દુકાનના માલિકના દીકરાએ ફરિયાદીને ફોન દ્વારા દુકાનના તાળાં તૂટેલ હોવાનું જણાવતા ફરિયાદી ઘરેથી નિકળી ગયેલ. ફરિયાદી દુકાને પહોચતા જોયું તો દુકાનના તાળાં બંધ હાલતમાં મળી આવેલ હતા. દુકાનનું શટર ખોલીને જોતાં દુકાનમા રાખેલ અલગ અલગ કંપનીના 21 જેટલા સ્માર્ટ ફોન જેની કુલ કી. રૂ1,94,855 તેમજ રોકડ રૂ.1300 હાજર મળી આવેલ ન હતા જેની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન મથકે નોંધાઈ છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.