ભુજ તાલુકાનાં સુખપરમાં પત્તા ટીંચતા છ જુગારીઓને ઝડપી પાડતી માનકુવા પોલીસ
copy image
ભુજ તાલુકાના સુખપરના નવાવાસમાથી આજે ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુખપર નવાવાસ ખાતે મનજી કાનજી વેકરિયાના રહેણાક મકાનના આગળ ખુલ્લા આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા મનજીભાઇ ઉપરાંત બાબુભાઇ રવજીભાઇ સોની, લતીફ આરબ ખલીફા, કરશનભાઇ હરજીભાઇ ગોરસિયા, શાંતિલાલ જયસંગભાઇ પરમાર અને રવજીભાઇ રામજીભાઇ હીરાણી ને રોકડા રૂા. 12,590 તેમજ ચાર મોબાઇલ કિં. રૂા. 30,500 સહિતના મુદ્દામાલ સાથે માનકૂવા પોલીસે ઝડપી પાડી સખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.