નખત્રાણા તાલુકાનાં ભડલીની ભોયણ નદીના પુલમાં ફરી ગાબડું પડતાં વિસ્તારને જોડતા 15 ગામ વિખૂટા પડવાની ભીતી વ્યક્ત થઈ
નખત્રાણા તાલુકાના ભડલી ગામ નજીક આવેલી ભોયણ નદી પર પુલમાં ફરી ગાબડું પડતાં આ વિસ્તારને જોડતા 15 ગામ વિખૂટા પડવાની ભીતિ વ્યક્ત થઇ રહી છે. ત્યારે ચાર વર્ષ અગાઉ જ બનેલા આ પુલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. તેમજ તાલુકાના 15 જેટલા ગામોનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વહીવટી કામો, શાળા-કોલેજો વગેરે માટે નખત્રાણા અને વિથોણ સાથે સીધો સંપર્ક છે. જો પુલ બેસી જાય તો આ ગામો વિખૂટા પડી જવાનો ભય છે. પહેલા પણ વરસાદ વખતે ગાબડું પડી જતાં તંત્ર દ્વારા મરંમત કરવામાં આવેલ હતી ત્યારે ફરી ભારે વરસાદનાં કારણે પુલ પર ગાબડાં પડી ગયાં છે, જે રિપેર કરવામાં નહીં આવે તો ગામડાં સંપર્કવિહોણા બની જશે તેવું ગામના માજી સરપંચ ગુલામ મકવાણા દ્વારા જાણવા મળેલ હતું. ઉપરાંત ઇજનેરની પણ બેદરકારી સામે આવી રહી હોવાનું જણાવવામાં આવેલ હતું