ભુજ આરટીઓમાં વાહન ટ્રાન્સફર કામગીરીમાં લોકોને હાલાકી સામનો કરવો પડતો હોવાની ફરિયાદ ઉઠી
ભુજની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં વાહન ટ્રાન્સફરની કામગીરીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ સામે આવેલ છે. લોકોએ કરેલ ફરિયાદ અનુસાર, ઓનલાઈન એપોઈન્ટમેન્ટની પદ્ધતિ હોવા છતાં અહીં લાંબી કતારો લાગે છે તેમજ બે-ત્રણ દિવસ ધક્કા ખાવા છતાં પણ કામ થતું નથી. લોકોએ દાવો કર્યો હતો કે બપોરે બાદ ખૂલતી બારી સાંજે તેના નિયત કરેલ સમય પહેલાં બંધ કરી દેવામાં આવે છે. દરરોજ સવારે કચેરી ખૂલતાંની સાથે જ ટ્રાન્સફરનાં કામ માટેની બારી આગળ લાઈનો લાગવાની શરૂ થઈ જાય છે. ટોકન સિસ્ટમ હોવા છતાં પણ લોકોનાં કામનો નિવેડો આવે શકતો નથી એમ લાઈનમાં ઊભીને કંટાળેલા લોકો દ્વારા જાણવા મળેલ હતું. કચેરીના પરિસરમાં બનાવવામાં આવેલા જનસેવા કેન્દ્રમાં લોકો બેસતા હોય છે પરંતુ અહીં પંખા બંધ હાલતમાં હોવાના કારણે ગરમી બેસી રહેવું પડે છે. તે બાબતે પણ લોકોએ ફરિયાદ કરી છે.