ભુજ તાલુકામા આવેલ નાડાપાની વાડીના ખેતમજૂર પરિવારની સગીરાનું અપહરણ થયું
ભુજ તાલુકાના નાડાપાની વાડીમાં પંચમહાલ જિલ્લાના ખેતમજૂર પરિવારની સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાઇ છે.
નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 4/7ના આરોપી દ્વારા ફરિયાદીની સગીરવયની દીકરીને ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ ગયાની બાબત સામે આવેલ છે. પદ્ધર પોલીસે અપહરણની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.