કચ્છ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ બાદ 2.30 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું
કચ્છ જિલ્લામાં 15 જૂને બિપરજોય વાવાઝોડાથી અતિભારે વરસાદ બાદ ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દેવાયું હતું. જેમાં સૌથી વધારે કપાસનું 65 હજાર 941 હેકટરમાં વાવેતર થયેલ છે.
પ્રાપ્ત માહિતી પરથી જાણવા મળેલ કે, કપાસ બાદ વધુ ઘાસચારો 37 હજાર 019 હેકટરમાં વવાયો છે. ત્યારબાદ ક્રમશ: અલગ અલગ પાકો વવાયા છે. ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જૂન માસમાં 15 અને 16 તારીખે આવેલ બિપરજોય વાવાઝોડાથી તોફાની પવન અને અતિભારે વરસાદે ખેતીલાયક જમીનમાં થયેલ નુકસાનનું સર્વે કરાયું હતું, જે અંતર્ગત 652 ગામડાઓમાં કુલ 26 હજાર 984 હેકટર નુકસાન સામે આવેલ છે.