અંજારમાથી જાહેરમાં જુગાર રમતા ત્રણ સખ્સોને ઝડપી પડાયા
copy image
અંજાર ખાતે આવેલ પ્રજાપતિ છાત્રાલય પાસે જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ત્રણ ઈશમોને પોલીસે ઝડપી પાડી રોકડ રૂા. 31,000 જપ્ત કર્યા હતા. અંજારના પ્રજાપતિ છાત્રાલય નજીક 18 ઓરડી વિસ્તારમાં આજે બપોરે પોલીસે દરોડો પાડી વિસ્તારમાં ત્રણ ઈશમો ધાણીપાસા વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, તેવામાં પોલીસે અંજારના રમેશ ભગવાનજી પ્રજાપતિ, તાહીર હુસેન સમેજા તથા વરસામેડીના જયેશ ઉર્ફે ચકો વેલજી પ્રજાપતિને ગિરફ્તમાં લીધા હતા. પકડાયેલા સખ્સો પાસેથી રોકડ રૂા. 31,000 તથા બે મોબાઇલ અને ધાણીપાસા એમ કુલ રૂા. 41,500નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો.